Fri. Nov 22nd, 2024

ગુજરાતીઓ પિસાશે /સરકાર 197 ટ્રેનોનું ખાનગીકરણકરવા જઈ રહી છે, 5 ગણા વધશે રેલવે પ્લેટફોર્મની ટીકિટ

પેટ્રોલ અને દૂધના ભાવમાં વધારા સાથે રેલવે, દેશમાં સામાન્ય માણસ માટે મુસાફરીનાં સસ્તા અને સરળ માધ્યમો પણ નફા તરફ વળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વેના ખાનગીકરણને વેગ મળ્યો છે અને સરકાર ટૂંક સમયમાં 197 ટ્રેનોનું ખાનગીકરણ કરવા માટે ટેન્ડર બહાર પાડી રહી છે.

સરકાર હવે 197 ટ્રેનોને ખાનગી ઓપરેટરોને સોંપવાની ટેન્ડરિંગ કરવાની તૈયારીમાં છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાનગી ઓપરેટરો દ્વારા ટ્રેનો ચલાવવાના પાયલોટ પ્રોજેક્ટ બાદ હવે સરકાર 197 ટ્રેનોને ખાનગી ઓપરેટરોને સોંપવાની ટેન્ડર કરવાની તૈયારીમાં છે. આ 197 ટ્રેનોમાંથી 50 ટ્રેનો વેસ્ટર્ન રેલ્વેની છે. આ 197 ટ્રેનો માટે કરોડોના ટેન્ડર ભરીને પછી, સ્વાભાવિક છે કે ખાનગી ઓપરેટરો જ્યારે ટ્રેન ચલાવશે ત્યારે સ્વાભાવિક છે કે નફાખોરી કરશે અને ભાર મુસાફરો પર પડશે.

આ ઉપરાંત રેલવે મંત્રાલયે પણ રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ દરમાં ધરખમ વધારો કર્યો છે. હાલમાં પ્લેટફોર્મ ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 50 કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનો અમલ કરવામાં આવશે.
તો એસી વર્ગમાં મુસાફરોને આપવામાં આવતી બેડરોબ (ધાબળા, ઓશિકા વગેરે) અને ખોરાક અને પાણીની બોટલો પણ બંધ કરી દેવામાં આવી છે. આ સેવાઓ રેલવે દ્વારા ટિકિટમાં લેવામાં આવતી હતી. સેવાઓ બંધ કરી દેવામાં આવી છે પરંતુ ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો નથી, જે મુસાફરો સાથે અન્યાયી છે.

કોરોના સમયગાળા દરમિયાન રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેનોમાં પણ રેલ્વેએ રાહત આપવાને બદલે નફો કર્યો હતો અને વિશેષ ટ્રેનો તરીકે દૈનિક ટ્રેનો ચલાવીને તેના ભાડામાં 15 થી 30 ટકાનો વધારો કર્યો છે. એવા સમયે જ્યારે લોકો હાલમાં રોગચાળો, મંદી અને મોંઘવારીમાં પિસાઇ રહી છે, રેલ્વેના આ નિર્ણયો લોકો માટે મરણતોલ ઘા સમાન સાબિત થશે. વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખે આજે આ વાત કહી હતી

Related Post

Verified by MonsterInsights