ગુજરાત : રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 18 જુલાઈના રોજ વલસાડ, દમણ અને નવસારી સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
વાપીમાં ગઈકાલે સવારમાં બે કલાક માં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો ઉમરગામ માં 1 ઇંચ અને કપરાડા માં 1.84 ઇંચ વરસાદ નોંધાયો હતો. 18 જુલાઈએ વહેલી સવારથી જ વલસાડ સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ હતી , જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.