ગુજરાત : મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારે રેગ્યુલેશન ઘડ્યા છે, આ નવા રેગ્યુલેશનથી ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે, અત્યાર સુધીમાં ગુજરાતના વિદ્યાર્થીઓને માત્ર ગુજરાતમાં જ પ્રવેશ મળતો હતો.
પરંતુ નવા નિયમો હેઠળ, કેન્દ્ર અને રાજ્ય એમ બંને ક્વોટામાં કાઉન્સેલિંગ કરવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી, રાજ્યના વિદ્યાર્થીઓ હવે બિહાર-કાશ્મીર સહિત કોઈપણ રાજ્યમાં જવા માટે મજબૂર થશે.
અન્ય રાજ્યોમાં સલામતીનો પણ પ્રશ્ન હોવાથી ગુજરાતના યુવાનો અને યુવતીઓને ભારોભાર અન્યાય થાય તેવી સ્થિતિ છે.મહત્વનું છે કે, આ કોર્સમાં ડિપ્લોમા-ડિગ્રી બંને કોર્સમાં 50 ટકા કેન્દ્ર અને 50 ટકા રાજ્યનો ક્વોટા હોય છે.