Thu. Dec 26th, 2024

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં શિક્ષકોની બંપર ભરતી

દેશનાં 17 જિલ્લામાં શિક્ષકોની ભરતી માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી તરફથી એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પદો માટે ઇચ્છુંક અભ્યર્થી અધિકારિક વેબસાઇટ recruitment.nta.nic.in કે tribal.nic.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકો છો. આ ભરતી વિવિધ રાજ્યોમાં એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોમાં ખાલી પડેલા પદ માટે કરવામાં આવી છે. જાહેર નોટિફિકેશન પ્રમાણે શિક્ષકોનાં કુલ 3479 પદ પર ભરતી કરવામાં આવશે.

આ પદ માટે રસ ધરાવતા ઉમેદવારોએ આઇસીજી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સૂચના વાંચ્યા પછી જ અરજી કરવી જોઈએ. ફક્ત નિયમ મુજબ કરવામાં આવેલી અરજી માન્ય રહેશે. ઓનલાઇન અરજી ફોર્મમાં ખામી અથવા ઉણપ હશે તો તેને રદ પણ કરી શકાય છે.

આ પદો માટે ભરતી થશે

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (પીજીટી) – 1244 પદ

ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) – 1944 પદ

પ્રિન્સિપલ – 175 પદ

વાઇસ પ્રન્સિપલ – 116

શૈક્ષણિક યોગ્યત

પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલનાં પદો પર અરજી કરનારા અરજીકર્તા પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી પીજીની ડિગ્રી હોવી જોઇએ. જ્યારે ટીજીટીનાં પદ માટે અરજીકર્તા પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઇએ.

ઉંમર મર્યાદા

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતીથી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો જારી કરેલી સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

આટલી સેલેરી મળશે

પીજીટી- લેવલ 8 (47600- 151100)

ટીજીટી- લેવલ 7 (44900 – 142400)

પ્રિન્સિપલ – લેવલ 12 (78800 –209200)

વાઇસ પ્રિન્સિપલ – લેવલ 10 (56100- 177500

Related Post

Verified by MonsterInsights