Fri. Nov 22nd, 2024

ગુજરાત ATSની ટીમ નાર્કોટિક્સના ગુનામાં ૧૨ વર્ષથી ફરાર આરોપી હુસૈન અલી ડાર કાશ્મીરથી ઝડપાયો

ગુજરાતમાં નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે કશ્મીર (Kashmir) થી ઝડપી પાડયો છે. કશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબહેરામાં છુપાઈને રહેલા આરોપી મોહમ્મદ હુસેન અલી દારને ઝડપી પડ્યો છે. 2009 માં ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે 10 કિલો ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. 2009 માં પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલીદારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહી પકડાયેલ વોન્ટેડ આરોપી અગાઉ 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડી ચૂક્યો હતો.

 2009માં પકડાયેલ 10 કિલો ચરસના જથ્થાની તપાસમાં ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે આઠ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં અગાઉ પકડાયેલ એક આરોપી એરફોર્સ (Airfoce) ની નોકરી છોડ્યા બાદ એરફોર્સનું આઇકાર્ડનો ઉપયોગ કરીને ચરસનો જથ્થો ગુજરાત પહોંચાડતો હતો.

અગાઉ આ ગુનામાં પકડાયેલ તમામ આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલી ગામનું નામ સામે આવ્યું હતું. જોકે હાલ તો ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીના રિમાન્ડ બાદ વધુ ખુલાસા સામે આવશે.

Related Post

Verified by MonsterInsights