Mon. Dec 23rd, 2024

ગુર્જર આંદોલનના મોટો ચહેરો મનાતા કિરોડીસિંહ બૈસલાનું નિધન – જેમના એક ઈશારે આખં રાજસ્થાન થંભી જતુ હતું

રાજસ્થાનના વરિષ્ઠ ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલાનું બુધવારે રાત્રે અવસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટરમાં તેમની સારવાર ચાલી રહી હતી. રાજસ્થાનમાં બૈંસલાનો એટલો દબદબો હતે કે તેમનના એક ઈશારા પર આખું રાજ્ય થંભી જતું હતું. તેમના નેતૃત્વમાં ગુર્જરોએ 2007 દરમિયાન રાજસ્થાનમાં મોટું આંદોલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કિરોડીસિંબ બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટો ચેહરો હતા.

જોકે બાદમાં તેઓ ભાજમાં જોડાયા હતા. 2007 દરમિયાન, રાજસ્થાનમાં ગુર્જરો માટે અનામત મેળવવા માટે તેમના નેતૃત્વમાં એક મોટું આંદોલન થયું હતું. આ સિવાય બૈંસલા ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા પણ હતા. મળતી માહિતી મુજબ, બૈંસલા ઘણા સમયથી બીમાર હતા. બુધવારે રાત્રે મણિપાલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. આ સિવાય ગયા વર્ષે નવેમ્બર દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેના કારણે તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટરલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Related Post

Verified by MonsterInsights