ટેક્નોલોજી સેક્ટરની ટોપ કંપની ગૂગલે 30 પબ્લિશર્સ સાથે ભાગીદારી કરતા ભારતમાં તેના ન્યૂઝ શોકેસ પ્રોડક્ટ લોન્ચ કર્યું છે. આ પહેલનો ઉદ્દેશ ગૂગલના ન્યૂઝ અને સર્ચ પ્લેટફોર્મ પર ક્વાલિટી કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે પબ્લિશર્સને પ્રોત્સાહિત કરવા અને સમર્થન આપવાનું છે. તેની સાથે જ ગૂગલ ભારતમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન સમાચાર સંગઠનો અને જર્નાલિઝમ કોલેજોના 50,000 પત્રકારો અને જર્નાલિઝમના વિદ્યાર્થીઓ માટે ડિજીટલ હુનર શિખવાડશે.
ભારતીય પબ્લિશર્સ ઘણાં લાંબા સમયથી ઓરિજિનલ કંકેટનો ઉપયોગ કરવા માટે Google સાથે યોગ્ય રેવન્યૂ શેર મોડેલ પર જોર આપી રહ્યાં છે. દેશમાં 30 પબ્લિશર્સ સાથે પાર્ટનરશિપ કરવાના ટેક દિગ્ગજના નિર્ણયથી સ્થાનિક ન્યૂઝ ઇકોસિસ્ટમને ભારે પ્રોત્સાહન મળ્યું છે.
ગૂગલના ઉપાધ્યક્ષ બ્રાઈડ બેન્ડરએ કહ્યું છે કે હવે અમે પ્રકાશકોની મદદ માટે ન્યુઝ શોકેસ રજુ કરી રહ્યા છીયે જેથી લોકોને વિશ્વાસપાત્ર સમાચારનો ભંડોળ મળી રહે ખાસ કરીને ત્યારે જયારે મહત્વપૂર્ણ સમયમાં કોવિડ સંકટ ચાલી રહ્યો છે. સમાચાર શોકેસ ટીમ પ્રકાશકોની પસંદ અનુસાર લેખોને પ્રોત્સાહન આપે છે અને તેમને સમાચારની સાથે વધારાના સંદર્ભો આપવાની અનુમતિ પણ આપે છે જેથી રીડર્સમાં તે વાતની વધુ જાણકારી મળી રહે કે તેમની આસપાસ શું થઇ રહ્યું છે.