Fri. Nov 22nd, 2024

ગોધરાકાંડના કેદીનું મોત-હાજી બિલ્લાનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ મોત

ગુજરાતના બહુચર્તિત ગોધરા કાંડના આરોપી હાજી બિલાલનું જેલવાસ દરમિયાન મોત થયું છે. હાજી બિલાલ ગોધરાકાંડનો આરોપી છે, અને ગોધરામાં સાબરમતી ટ્રેન સળગાવવાના કેસમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવી રહ્યો હતો. હાજી બિલાલ ચાર વર્ષથી બીમાર હતો.

વર્ષ 2002 માં ૨૭ ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાઓ સળગાવવાના મામલે ટ્રાયલ ર્કોટે ફેબ્રુઆરી, 2011 માં હાજી બિલાલ સહિ‌ત કુલ 11 આરોપીઓને ફાંસી અને અન્ય 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી.

બીમાર હાજી બિલાલ 22 નવેમ્બરથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે ઓક્સિજન પર રહેલા હાજી બિલાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે પોલીસે તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાશે.

આ મામલે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજીવન કેદની સજા ભોગવી રહેલા બિલાલ ઇસમાઇલ અબ્દુલ મજીદ સુઝેલા ઉર્ફે હાજી બિલાલ, જે ગોધરાનો આરોપી હતો અને આજીવન કેદની સજા માટે વડોદરા સેન્ટ્રલ જેલમા હતો, ગત તા. 22 નવેમ્બરથી નાદુરસ્ત તબિયતના કારણે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનુ સારવાર દરમિયાન મોત થયું છે. હાલ મૃતકના પોસ્ટ મોર્ટમ અને અન્ય કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહીં છે. જે પૂર્ણ થયા બાદ હાજી બિલાલનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights