Mon. Dec 23rd, 2024

છત્તીસગઢમાં દુર્ગા વિસર્જન માટે જતા લોકોને કાર ચાલકે હવામાં ઉડાવ્યા, 4ના મોત

છત્તીસગઢ:જશપુરમાં એક મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. એક કાર ચાલકે ધાર્મિક રેલીમાં સામેલ લોકોને તેજ રફતારમાં કચડી માર્યા છે. દુર્ઘટનામાં ચાર લોકોનાં માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 20 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

છત્તીસગઢના જશપુર જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમ્યાન એક મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. એક કાર ચાલકે ધાર્મિક રેલીમાં સામેલ લોકોને તેજ રફતારમાં કચડી માર્યા છે. દુર્ઘટનામાં ચાર લોકોનાં માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 20 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છવાઈ ગયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને વાહન ચાલકને માર માર્યો. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં આક્રોશ છે. લોકોએ શહેર બંધ રાખ્યું છે અને પથલગાંવ પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહ્યા છે.

https://youtu.be/aWMPwqQE3Tg

દુર્ગા વિસર્જન દરમિયાન ઝડપી કાર ચાલકે જુલૂસમાં ચાલી રહેલા લોકોને ટક્કર મારી દેતો લોકો હવામાં ઉછળ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં એક મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે અને મૃત્યુઆંક વધે તેવી આશંકા છે જ્યારે આ અકસ્માતમાં એક ડઝન લોકો ઘાયલ થયા છે. લોકોનો આરોપ છે કે વાહનમાં ગાંજો ભરેલો હતો જોકે, પથલગાંવના SDOP એ કહ્યું છે કે આ મામલાની હજુ તપાસ કરવામાં આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights