છોટા ઉદેપુર : નસવાડી તાલુકાની પ્રાથમિક શાળા ના 13 દિવસ બાદ તાળાં ખોલવામાં આવ્યા હતા. જેમાં આ ગામની શાળાના ત્રણ શિક્ષકો કોઇ કારણે અંદર અંદર ઝધડતા હોવાના લીધે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતો હતો. જેમાં વાલીઓએ બે શિક્ષક અને એક શિક્ષિકાની બદલીની માંગ કરી હતી.
જો કે માંગ ન સંતોષતા ગામ લોકોએ 13 દિવસ પૂર્વે આ શાળા પર તાળા મારી દીધાં હતા. આ વાત રાજયના શિક્ષણ પ્રધાન સુધી પહોંચતા ત્રણે શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. જેના લીધે વાલીઓમાં સંતોષ છે. જેના પલગે વાલીઓએ આજે શાળા પર લગાવેલા તાળાં ખોલી નાખ્યા હતા.