Mon. Dec 23rd, 2024

જાણો જાહેરમાં ગુહમંત્રી હર્ષ સંઘવી કેમ બોલ્યા કે ‘હું પત્નીથી છૂપાઇને પાટણ આવ્યો છું, પત્નીને ખબર પડે તો..’

ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાટણમાં હળવા મૂડમાં દેખાયા હતા..તેમણે એક સભાને સંબોધન કરતા કહ્યું કે હુ પત્નીથી છુપાઈ છુપાઈને પાટણ આવ્યો છું..પત્નીને ખબર પડે તો મારે પણ પટોળું લઈ જવું પડે..હર્ષ સંઘવીએ પાટણના સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમમાં હાજરી આપી તે દરમિયાન જાહેરમાં મંચ પરથી સંબોધન કરતા કહ્યું જે બાદ હાજર રહેલા સૌ કોઈમાં હળવું હાસ્ય ફેલાઈ ગયું હતું.

માતૃતર્પણ તીર્થ સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ પ્રસંગમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો રમૂજ મૂડ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા અને તેમનો રમૂજી અવતારે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. હર્ષ સંઘવીએ વિશ્વ પ્રસિદ્ધ રણકી વાવ અને પાટણના પટોળાને યાદ કરીને રમૂજી અંદાજમાં કહ્યું કે, પાટણ આવીએ એટલે પટોળાં લીધા પોતાના જિલ્લામાં પાછું ન જઈ શકાય, એટલે હું પણ છૂપાઈને આવ્યો છું… કેમ કે જો મારા પત્નીને ખબર પડી જાય તો તેમના માટે પટોળું લઈ જવું પડે.

Related Post

Verified by MonsterInsights