રવિવારના રોજ લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બાબતે પોલીસ તપાસ થતા પેપેર ફૂટ્યું હોવાનું સામે આવ્યુ છે. આ મામલે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 4ની શોધખોળ શરૂ છે. ત્યારે પેપર ક્યાંથી ફૂટ્યું અને કોને-કોને મળ્યું તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે.
રિપોર્ટ અનુસાર પેપર ફૂટવાનું એપી સેન્ટર હિંમતનગરની બાજુમાં આવેલું ઉંછા ગામ છે. આ પેપર લીક કાંડમાં આરોપી તરીકે પકડાયેલો જયેશ પટેલ મૂળ ઉંછા ગામમાં રહે છે. તે હાલ અમદાવાદમાં રહે છે. જયેશ પટેલે ગૌણ સેવા પસંદગી મંડળની પાસેથી પેપર મેળવ્યું હતું. ત્યારબાદ તેને બે લોકોને પેપર આપ્યું. જેમાંથી એક વ્યક્તિ ઉંછા ગામના જશવંત પટેલને આપ્યું હતું. ત્યારબાદ જશવંતે તેના દીકરા દેવલને પેપેર આપ્યું. ત્યારબાદ આ પેપર બીજા લોકોને પણ મળ્યું. બીજી લીંકમાં જયેશ પટેલે હિંમતનગરના દર્શન વ્યાસને પેપર આપ્યું હતું.
જશવંત પટેલે દેવલ સાથે મળીને પેપરને પૈસા લઇને વેચવાનું નક્કી કર્યું. જશવંત પટેલે તેવા વેવાઈ મહેન્દ્ર પટેલને આ બાબતે વાત કરી કે અમારી પાસે પેપર આવ્યું છે અને કેવી રીતે તેની ડીલ કરવી. ત્યારબાદ દેવલ અને મહેન્દ્ર પટેલ બનેએ આ પેપર વેચવાનો પ્લાન બનાવ્યો. આ પેપર વેચવા માટે 5 પરીક્ષા આપનારાઓને નક્કી કરવામાં આવ્યા. ત્યારબાદ આ પાંચેય સાથે મીટીંગ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ તમામ લોકોની પ્રાંતિજ નજીક વિનય હોટેલ પાસે તમામ લોકોની બેઠક થઇ હતી. આ બેઠકમાં જયેશ પટેલ, દેવલ અને મહેન્દ્ર પટેલ પણ હાજર હતા. હોટેલમાં પાંચેય વિદ્યાર્થીઓની પાસેથી મોબાઈલ લઇ લેવામાં આવ્યા હતા.
પછી પાંચેય ઉમેદવારોને દેવલ ઉંછામાં આવેલા મહેન્દ્ર પટેલમાં ફાર્મ હાઉસમાં લઇ જવામાં આવ્યા. ત્યાં આ લોકોને સમજાવવામાં આવ્યું કે કેમ જવાબ લખવાના છે. ત્યારબાદ આ ઉમેદવારોને રાત્રી રોકાણ ફાર્મ હાઉસમાં કરવાનું જણાવ્યું હતું. ઉંછા ગામનું ફાર્મ હાઉસ પેપેર ફોડવાનું એપી સેન્ટર હતું. ત્યારબાદ આ પાંચેય ઉમેદવારોને એક પછી એક એમ તેમના લોકેશન પર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉમેદવારોએ પરીક્ષા આપી અને પછી ઉમેદવારોને ફોન મળ્યા હતા.
તો બીજી તરફ જયેશ પટેલ અને દર્શન વ્યાસ હિંમતનગરના રોડ પર મળ્યા હતા. ત્યાં દર્શન વ્યાસને પેપર મળ્યું હતું. ત્યારબાદ જયેશ પટેલે કહ્યું કે, હવે તું તારી રીતે ડીલ કરજે મને મારા પૈસા મળી જવા જોઈએ. આ રીતે આખી ડીલ થઇ. દર્શને પૈસા લેવાના ઉદેશ્યથી કુલદીપને પેપર આપ્યું. ત્યારબાદ કુલદીપે બેથી ત્રણ મિત્રોને તેના ઘરે બોલાવીને પેપર સોલ કરાવ્યું. ત્યારબાદ મહેસાણા વીસનગર સતીશ પટેલને કુલદીપે પેપર આપ્યું હતું. સતીશ પટેલે તેના ગામમાં કેટલાક વિદ્યાર્થીઓને આ પેપર આપ્યું હતું. એવી પણ માહિતી મળી રહી છે કે, એક પેપર વેચાણ પાછળ 4 લાખથી 7 લાખ રૂપિયા લેવામાં આવતા હતા.