Fri. Oct 18th, 2024

જામનગરની જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ શારીરિક શોષણની તપાસ માટે સરકારે એક્શન કમિટી બનાવી

જામનગર: જી.જી. સરકારી હોસ્પિટલ કેટલાક કારણોસર ચર્ચામાં છે. હાલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ પર રહેલી યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે. જેના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં શારીરિક શોષણના ગંભીર આક્ષેપોના પડઘા કેબિનેટમાં પડ્યા છે. મુખ્ય મંત્રી દ્વારા મહિલા એટેન્ડન્ટની ફરિયાદની તપાસ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે પ્રકારની ઘટના સરકાર ચલાવી નહીં લે. આ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, એએસપી અને મેડિકલ કોલેજના ડીન આ સમગ્ર મામલાની તપાસ કરશે અને તપાસના આધારે કાર્યવાહી કરશે.

જેથી મહિલા આયોગે જામનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને તાત્કાલિક તપાસ રિપોર્ટ આપવા સૂચના આપી છે. એટેન્ડેન્ટ યુવતીઓને મેડિકલ કોલેજના હોસ્પિટલ તંત્ર તરફથી તેડું પણ આવ્યું છે. મેડીકલ કોલેજના ડીન,એસડીએમ સહિતની ટીમે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે જી.જી.હોસ્પિટલના તમામ એટેન્ડન્ટ્સે કલેક્ટર કચેરીને પગાર અને નોકરી અંગે આવેદન પત્ર પાઠવ્યું હતું. અરજી બાદ, એટેન્ડન્ટે સુપરવાઇઝરો પર શારીરિક શોષણનો આક્ષેપ લગાવ્યો હતો. એટેન્ડન્ટ્સ યુવતીનો આક્ષેપ છે કે, જે મહિલા કે યુવતી સુપરવાઇઝરોની શોષણ કરતી શરતો માની લે છે, તેને જ નોકરી પર રાખવામાં આવે છે. જ્યારે બીજા બધાને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે.

 

 

 

Related Post

Verified by MonsterInsights