Mon. Dec 23rd, 2024

જામનગર / આ વિસ્તારમાં સર્વે ન થયો હોવાનો આક્ષેપ, એક તરફ સહાયની વાત તો બીજી તરફ સર્વેની માંગ

જામનગર જિલ્લો આશરે 10 દિવસ પહેલા પૂરથી પ્રભાવિત થયો હતો. જેના પગલે પૂરપીડિત લોકોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવાની સૂચના આપવામાં આવી હતી અને જેના પગેલ સ્થાનિક તંત્રએ તાબડતોડ સર્વે કર્યો હતો.

સર્વે બાદ સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે. અંદાજે અત્યાર સુધીમાં દોઢ લાખ લોકોને 3.89 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. સાથે 37 હજારથી વધુ લોકોને 14 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે.


અલગ-અલગ સહાય મળીને કુલ 20 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. તો બીજી તરફ અલગ પરિસ્થિતિ જોવા મળી છે. બીજી તરફ અનેક એવા વિસ્તાર છે જેમને સહાય મળી નથી. આ બાબતે જામનગર શહેરના વોર્ડ નંબર 4 ના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

વોર્ડ નંબર ચારના લોકોનો આક્ષેપ છે કે તેમના વોર્ડના ઘણા વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો નથી. જેના પગલે તંત્ર ઝડપથી અહીં સર્વે કરી અને સહાય ચૂકવે. આ સાથે સ્થાનિકોએ 15થી 20 દિવસમાં સહાય નહીં ચુકવાય તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

Related Post

Verified by MonsterInsights