જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુકેના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ પ્રબળ દાવેદારોમાં લેવાઇ રહ્યું છે. જો સુનક બ્રિટનના નવા PM બનશે તો બ્રિટેનના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે કે ભારતીય મૂળના નાગરિકને સર્વોચ્ચ પદ મળશે.
કોણ છે ઋષિ સુનક?
સુનક બ્રિટનના નાગરિક છે, ઋષિ સુનક હાલમાં બ્રિટનના નાણામંત્રી પદેથી રાજીનામુ આપ્યુ છે. લોકો તેમના કામને ખૂબ પસંદ કરે છે. આ કારણે તેમને પીએમ બનવાના દાવેદાર પણ માનવામાં આવે છે.
કોરોના મહામારી દરમિયાન અબજો પાઉન્ડના મોટા પેકેજની જાહેરાત કરતા ઋષિ સુનકની લોકપ્રિયતા ખૂબ વધી હતી.
ઋષિ સુનકના માતા-પિતા
ઋષિ સુનકના માતા-પિતા મૂળ પંજાબના હતા. ઋષિ સુનક પંજાબી હિન્દુ પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ યશવીર સુનક અને માતાનું નામ ઉષા સુનક છે. યશવીર અને ઉષાનો પરિવાર ઘણા સમય પહેલા વિદેશ ગયો હતો. ઋષિના માતા-પિતાનો જન્મ પણ વિદેશમાં થયો હતો.
ઋષિ સુનક ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ, ફિલોસોફી અને પોલિટિક્સ વિષય ભણેલા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ તેમણે એમબીએ કર્યુ અને રાજકારણમાં આવતા પહેલા તેઓ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાક્સ અને હેઝ ફંડમાં પણ કામ કરી ચુકયા છે.
ઋષિ નારાયણ મૂર્તિના જમાઈ છે
ઋષિ સુનકના લગ્ન નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે થયા છે. તેમના લગ્ન વર્ષ 2009માં થયા હતા. તેમને બે બાળકો પણ છે. ઋષિ સુનક ભારતીય ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના જમાઈ છે.
બ્રિટનમાં સટ્ટો લગાવતી એક કંપનીએ દાવો કર્યો હતો કે, ઋષિ સુનકને જોનસનની જગ્યાએ પીએમ બનાવાય તેવી શક્યતા સૌથી વધારે છે. આ ઉપરાંત વિદેશ મંત્રી લિઝ ટૂસ તથા કેબિનેટ મિનિસ્ટર માઈકલ ગોવ પણ આ પદ માટે રેસમાં છે.પૂર્વ વિદેશ મંત્રી જેરમી હન્ટ, ભારતીય મૂળના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ, સ્વાસ્થય મંત્રી સાદિક જાવેદ પણ આ રેસમાં સામેલ છે.