Mon. Dec 23rd, 2024

ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે આરોગ્ય નિદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા દેવા પ્રાથમિક શાળા ખાતે તા : ૨૩/૧૦/૨૦૨૧ શનિવાર ના રોજ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાવ, શરદી, મેલેરિયા, બ્લડ ટેસ્ટ, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન, આયુષ્યમાન કાર્ડ , તેમજ અન્ય રોગનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં ઝાલોદ તાલુકાનાં આરોગ્ય ટીમ ડૉ.રોમીત કે નાયક, ડૉ. કિરણ.જી.ડામોર , ડૉ.તૃત્પીબેન. ભાભોર, પ્રહલાદભાઈ શંકરભાઈ લબાના , નિલેશભાઈ.કે.ડામોર , અંકિતભાઈ.વી.વસાવા દિનેશભાઇ.એમ.સંગાડા તેમજ આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ લીલવા દેવા ગામના ડે. સરપંચ તથા લીલવા દેવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જેન્તી ભાઈ લબાના તેમજ દાહોદ નહેરુ યુવા કેન્દ્ર, તથા શિવાય યુવક મંડળનાં હિમાંશુભાઈ લબાના, દિપકભાઈ.બી.લબાના , દશરથભાઈ લબાના તેમજ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આજ રોજ ના દિવસે સર્વ રોગનું નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું

Related Post

Verified by MonsterInsights