ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પરીવાર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
Mon. Jan 6th, 2025

ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પરીવાર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

તા.25-08-2023

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં મિતા દીદી દ્વારા કંપનીના કર્મચારીઓની સાથે મળીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

રક્ષાબંધન પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, તેમાં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના મિતા દીદી દ્વારા જીવન નો સંકેત, આધ્યાત્મિક રક્ષાબંધનનાં પર્વનું મહત્વ, સર્વનું સાચું રક્ષણ કરવા વાળા પરમપિતા પરમાત્મા છે અને વ્યસન-વિકારોથી મુક્ત થઈએ તો સાચું રક્ષણ મળે છે, સમજાવવામાં આવ્યું હતું.

 

વસંત મસાલા પ્રા.લી. કંપનનાં ભંડારી પરિવાર દ્વારા તમામ તહેવારોનું સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને તમામ ભાઈ -બહેનો સાથે મળીને સુમેળ થી કામ કરે છે.

 

 

 

Related Post

Verified by MonsterInsights