દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગ્રામ પંચાયત ખાતે તારીખ ૨૪ડિસેમ્બર શુક્રવારના રોજ રૂપાખેડા ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અને તાલુકા પ્રમુખ રમેશભાઈ ભાભોર અને ઉપપ્રમુખ અનિતાબેન મછાર અને હોદ્દેદારો નવાં ચુંટાયેલાસરપંચોના અભિવાદન માટે રૂપાખેડા ગામે હાજર રહ્યા હતા.
જેમાં ઝાલોદ તાલુકામાં નવા ચુંટાયેલા સરપંચોને ફુલહાર પહેરાવી અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો પણ સ્વાગત માટે હાજર રહ્યા હતા.
જેમાં તમામ ગ્રામ પંચાયતના હરિફઅને જીતેલા સરપંચોને પણ સાથે મળીને વિકાસના કામોને આગળ વધારવા માટેનું માર્ગદર્શન લઈને આગળ વિકાસના કામો કરવાની પ્રેરણા આપી અને ત્યાર બાદ ભોજન કરવામાં આવ્યું હતું
By anil Nisarta