સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક ખતરનાક કિસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં લોકો બીચ પર એકઠા હતા. જેમાં કેટલાક લોકો મોજાઓને જોઈને બુમો પાડતા હતા, તો વળી કેટલાક લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન, એક છોકરી રીલ બનાવી રહી હતી અને તે બીચ પર ઉભી હતી, ત્યારે અચાનક એક જોરદાર મોજું આવતા, તે છોકરીને નીચે પડી ગઈ. ત્યાર બાદ આ છોકરીથી દૂર ઉભેલા કેટલાક લોકોને સમુદ્રની આ લહેર સાથે તાણીને લઈ જાય છે. આમ મજા કરવા આવેલા યુવાનોને દરિયા કિનારાની નજીક ઉભા રહેવું ઘણું ભારે પડી ગયું.