Mon. Dec 23rd, 2024

દાંતા તાલુકાના પેથાપુર પાસે કાર ને નડ્યો અકસ્માત, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહિ..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો આ તાલુકાના મહત્તમ માર્ગો વળાંકો અને ઢોળાવવાળા છે ચોક્કસપણે કહી શકાય આ દાંતા તાલુકામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ પેથાપુર નજીક પેથાપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના આજે સર્જાઈ હતી સ્વીફ્ટ કારને અકસ્માત નડયો હતો swift કાર ચાલક એ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી કાર ચાલકનો આબાદ બચાવ થયો છે જ્યારે મળતી માહિતી પ્રમાણે પશુ દવાખાના ડોક્ટર નો અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે કહી શકાય swift કાર ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો રોડના ડિવાઇડર પર લગાવેલો ફોક્સનો થાંભલો પણ આ અકસ્માતમાં તૂટી જવા પામ્યો હતો શિફ્ટ કાર થાંભલા સાથે ટકરાતા થાંભલો પણ તૂટી ગયો હતો ત્યારે ચોક્કસપણે કહી શકાય સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ પશુ ડોક્ટર નો પણ આબાદ બચાવ થયો છે જ્યારે કહી શકાય કે દાંતા તાલુકામાં અકસ્માતની ઘટના જોવા મળી હતી અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા..

Related Post

Verified by MonsterInsights