કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાકમાં લીંબુના ટીંપા નાખવાથી કોરોનાનો વાયરસ ખતમ થઇ જાય છે.શું છે દાવો જાણીએ..
એક લીંબુ લઇને તેના રસના ત્રણ ત્રણ ટીપાં બંને નસકોરોમાં નાખવાથી. આ ટિપ્સ રામબાણ જેવો ઇલાજ કરે છે. આ લીંબુનો રસ પાંચ સેકેન્ડમાં જ નાક, ગળા, હૃદય, ફેફસાંને એકદમ શુદ્ધ કરી દે છે. નાક બંધ હશે. ગળામાં ઇન્ફેકશના કારણે દુખાવો હશે. ગળામાં ખારાશ હશે. જે પણ તકલીફ હશે તે બધી જ તકલીફને દૂર કરી દેશે. એક વખત જેને આનો પ્રયોગ કર્યો છે. મેને તેને મરતો નથી જોયો અને તે સ્વસ્થ થયો છે.
જેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી હોતું. તેથી, આ દાવાને તદન ખોટો સાબિત કરવામાં આવ્યો છે. આ દાવાનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી દાવાને ખોટો સાબિત કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઇને કોઇ ચોક્કસ દવા હજુ સુધી શોધાઇ ન હોવાથી આવી અનેક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.