Sun. Dec 22nd, 2024

દાહોદના લીમખેડામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામેથી 9 લાખ 40 હજારના ગાંજાનુ વાવેતર કરેલ છોડ ઝડપાયા છે. દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે. અહીંયા નશીલા પદાર્થોનું મળવું જાણે આમ વસ્તુ છે. હજી થોડા દિવસ અગાઉ જ બે કરોડથી વધુના ગાંજાના 3 ખેતરોમાં વાવેતર કરેલ 2 હજારથી વધુ છોડ મળી આવ્યા. જેની શાહી હજુ સુકાઇ નથી. ત્યારે આજે વધુ એક ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ મળી આવ્યા છે. યુવાધન નશા તરફના ધકેલાય તે માટે ગૃહપ્રધાન દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના પગલે પોલીસ પણ એક્શનમાં આવી હોય તેમ લાગી રહ્યું છે

દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને બાતમીના આધારે દાહોદ જીલ્લા SOG દ્વારા એક અઠવાડિયા અગાઉ જ બે કરોડથી વધુના ગાંજાનું વાવેતર કરેલ ત્રણ ખેતરો મળી આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આટલો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે આજે વધુ લીમખેડાના કુણધા ગામના સુથાર ફળીયામાં રહેતા છત્રસિંહ રામાભાઇ ચૌહાણના ખેતરમાં વાવેતર કરેલ 540 નંગ જેનું વજન 94 કિલો અને કિંમત 9.40 લાખ છે.

લીલા છોડ એફએસએલના પરિક્ષણ બાદ હોવાનું સામે આવેલ આ અંગે દાહોદ SOG દ્વારા છત્રસિંહ સામે એનડીપીએસની કામ સાથે ગુનો દાખલ કરી આરોપીને પુછપરછ હાથ ધરી છે. આ ગાંજાનું બિયારણ ક્યાંથી લાવેલ, તેમજ આમાં વધુ કોણ કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ SOG PI દ્વારા હાથ ધરાય છે.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામના એક ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળ્યું હતું. પોલીસે દરોડો પાડી તપાસ કરતાં ખેતરમાંથી ગંજાના 2,318 છોડ મળ્યા હતા, જેની કિંમત પોણાત્રણ કરોડ રૂપિયા થવા જાય છે. ગાંજાનું વાવેતર કરનારામાંથી એક શખ્સ ઝડપાયો હતા.

Related Post

Verified by MonsterInsights