Fri. Dec 27th, 2024

દાહોદ અને ઝાલોદ વચ્ચે રાત્રી બસ શરુ કરવા લોકોની ઉગ્ર માંગ

દાહોદ-ઝાલોદ ની રાત્રી બસ ચાલુ કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે આમ મુસાફરોને અને વેપારીઓને રાત્રિના બસ ના મલતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બે વર્ષથી બંધ પડેલી રાત્રી બસ ચાલુ કરવા ઉગ્ર માંગ ઉઠી છે આ અંગે અત્રેના ડેપો મેનેજર તથા ડિવિઝનલ મેનેજર ને પરા વાર રજૂઆતો કરવા છતાં લોકોની મુખ્ય સમસ્યા ઉપર ધ્યાન ના દેવામાં આવતા આમ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે દાહોદ-ઝાલોદ રાત્રી બસ કોરોના સમયથી બંધ કરી દેવામાં આવી છે

જિલ્લા મથક દાહોદ થી રાત્રિના 8:30 વાગ્યા પછી ઝાલોદ માટે એક પણ localબસ બસ નથી 8:30 વાગ્યા પછી મુંબઈ દિલ્હી થી આવતી ટ્રેનોમાં વેપારીઓ તથા આમ લોકો આવતા હોય છે દાહોદ એસટી ડેપો પરથી રાત્રિના સારા આઠ વાગ્યા પછી ઝાલોદ આવવા માટે એક પણ બસ ન હોવાથી વેપારીઓ તથા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

વેપારીઓ પોતાની પાસે જોખમ લઈ બેથી ત્રણ કલાક દાહોદ બસ સ્ટેશનની બહાર ઉભુ રહેવું પડે છે અને ખાનગી વાહન રાહ દેખીને ઉભા રહેતા હોય છે ખાનગી વાહન ચાલકો પોતાની મનમાની પ્રમાણે ભાડુ વસૂલ કરતા હોય છે ત્યારે દાહોદ જીલ્લા મથકથી રાત્રિના નવ અને રાત્રીના દસ વાગ્યા ની દાહોદ થી ઝાલોદ આવવા માટે એસટી બસ ચાલુ કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે જવાબદાર તંત્ર આમ લોકો અને વેપારીઓનું સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ છે

Related Post

Verified by MonsterInsights