દાહોદ… આમ નાયબ પોલીસ અધિક્ષક બી વી જાધવ સાહેબ અને ઝાલોદ વિભાગ તથા સર્કલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.આર સંગાડા સાહેબ નાઓએ પ્રોહિબિશન અને જુગાર રમતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ એ સંદર્ભે ઝાલોદ પોલીસ દ્વારા ઝાલોદ ની માર્કેટ યાર્ડ ની અંદરનાં ભાંગે તપાસ કરતા જુગારીયાઓ જુગાર રમતા જોવા મળ્યા તેવામાં પોલીસને જોયને જુગારીયાઓ ભાગવાની ફિરાકમાં હતા તેવામાં પોલીસે ચાર જુગારીયાઓ ને દબોચી લીધાં તેવામાં બીજા જુગારીયાઓ ભાગવામાં સફળ થયાં ત્યારે આ ચાર જુગારીયાઓ રંગે હાથે ઝડપાયા અને ચાર જુગારીયાઓ નાં નામ ઠામ ઠેકાણું પુછતા નામ ( 1 ) મનિશભાઇ ભરતભાઈ જાતે.અગ્રવાલ રહે.ઝાલોદ વડબજાર. ઝાલોદ ( 2 ) મુકેશભાઇ મખનલાલ જાતે.અગ્રવાલ રહે.ઝાલોદ પંચશીલ સોસાયટી. ઝાલોદ ( 3 ) રાજેન્દ્રભાઇ નાગરમલ જાતે.અગ્રવાલ રહે.ઝાલોદ સર્વોદય સોસાયટી. ઝાલોદ ( 4 ) દિમંતભાઇ શશીકાંત જાતે.કોઠારી રહે . શેઠાણી ફળીયા મીઠાચોક. ઝાલોદ આ ચાર જુગારીયાઓ ને પોલીસે દબોચી લીધા.
આ ચાર જુગારીયાઓ પાસે થી કુલ મુદ્દામાલ કુલ કિ.રૂ 45,780/- નો કુલ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો આમ આ ચાર જુગારીયાઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી