દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં કુવામાંથી અને ખેતરોમાંથી લાશો મળી આવવાના સીલસીલો વર્ષોથી ચાલી આવી રહ્યો છે. તેમાં મોટાભાગના ભોગ બનેલા લોકોની લાશની ઓળખ થતી હોય છે.
આવોજ બનાવ આજ રોજ સુખસર પંથકમાં કુવામાંથી મળી આવેલ અઆશરે 32 વર્ષીય યુવાનની લાશ ઓળખાણમાં આવતી નથી જ્યારે મૃતક યુવાનની લાશને લઈને પોલીસ સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલી મૃતક યુવાનના વાલીવારસોની ભાળ મેળવવા ચક્રોગતીમાન કર્યાનું જાણવા મળે છે.
જાણવા મળેલ મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં આફવા રોડ ઉપર આવેલ ભાવેશભાઈ ગણપતભાઈ પંચાલના કૂવામાં યુવાનની પાણીમાં તરતી લાશ હોવાની સુખસર પોલીસને ગતરોજ મોડી સાંજના જાણ કરવામાં આવતા સુખસર પોલીસ તરતજ ગટના સ્થળે પોહચી ગઈ હતી. ત્યા સાંજના બંદોબસ્ત મુકીને આજ રોજ સવારમાં ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડનાં જવાનો સુખસર બનાવ સ્થળે આવી પોહચ્યાં હતાં.ત્યારબાદ જવાનો દ્વારા લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી પણ મરનાર યુવકની લાશ ઓળખવામાં આવી નથી જ્યારે સુખસર પોલીસ દ્વારા યુવકની લાશને સુખસર સરકારી દવાખાને અર્થે પી.એમ કરવા માટે મોકલવામાં આવી હતી. જ્યારે યુવકે લાલ કલરનું સફેદ ટીપા વાળું શર્ટ અને પિળાસ કલરનું પેન્ટ જોવા મળે છે. મૃતકનાં ખીસામાંથી તપાસ કરતાં કોઈ પણ ચીજવસ્તુ મળી નહતી. યુવકનું કૂવામાં પડતા મોત નિપજ્યું હતું તેની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે? તેમજ મરણ પામનાર યુવક કોણ છે અને ક્યાંના છે? પોલિસનો તપાસનો વિષય છે.
સુખસર પોલિસ દ્વારા લાશને વડોદરા ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મોકલવામાં આવી છે લાશના કોઈ પણ વાલીવારસા ના મળે તો સરકારી રાહે નિકાલ કરવામાં આવશે.