દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તા.11-08-22 ના રોજ. રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે રક્ષાબંધન ભાઇ બહેનનું પવિત્ર પર્વ છે જે એક રેશમના દોરાથી બંધાય છે. આ પર્વ સદિયોથી ચાલી રહ્યો છે.
ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં રક્ષાબંધન ના પર્વ ના કારણે બજારોમાં મોટી માત્રામાં ભીડ જોવા મળી હતી. ગામડા માંથી અને બહાર ગામ ગયેલા લોકો પાછા પરત આ રાખડી નો તહેવાર કરવા આવ્યા અને ગામ લોકોએ પણ બજારમાં ખરીદી કરી હતી. રક્ષાબંધનના પર્વને લોકોએ ઊજવણી કરી હતી.
દુકાનો વાળાએ પોતાની દુકાનને ટેન્ટ અને ડેકોરેટ કરીને સજાવી અને તેમના માં આ માહોલનો ઉત્સાહ જોવા મળ્યો હતો.