Sun. Dec 22nd, 2024

દાહોદ જિલ્લામાં ઝાલોદ ખાતે BTP અને BTTS કાર્યકર્તા સંકલન કાર્યક્રમનું આયોજન

તા.30/01/2022 ના રોજ ઝાલોદ તાલુકામાં BTP અને BTTS કાર્યકર્તા સંકલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત BTPના પ્રદેશ પ્રમુખશ્રી રમેશભાઈ વસાવા તથા દાહોદ જિલ્લાના પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ મેડા તેમજ દાહોદ BTTS જિલ્લા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકા સંગઠન અને હોદ્દેદારોની વરણીકરવામાં આવી.

દાહોદ જિલ્લામાં આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પણ ચર્ચા કરવામાં આવી અને BTP ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી રમેશભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું કે વિધાનસભામાં BJP, Congress અને BTP એમ ત્રિકોણીયો જંગ ખેલાશે અને આવનાર સમયમાં BTP સત્તા પર આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો.

યોજાયેલ મિટિંગમાં આદિવાસીઓના બંધારણીય હક્કો અને અધિકારો ની વાત કરવામાં આવી હતી જેમાં અનુચૂચી પાંચ 5ની બંધારણીય જોગવાઈઓ અને આદિવાસીઓ હક્કોની ચર્ચા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

Related Post

Verified by MonsterInsights