દાહોદ જિલ્લાના ધાનપુરના રતનમહા હિલ સ્ટેશન પર બીયરના ટીન લઈને ઝુમતા નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે. આ ટોળકીમાં GRDના જવાન પણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમામ સામે ધાનપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક યુવાનો હાથમાં બીયરના ટીન લઈને સંગીતના તાલે ઝુમી રહ્યા છે અને તેઓ ગુજરાતી બોલી રહ્યા છે. ત્યારે આ દ્રશ્ય રતમનહાલના કેમેરામાં કંડારાયુ હોવાની પોલીસ વિભાગે પુષ્ટિ કરી છે. તેમાં GRDના જવાન પણ મ્યુઝિક સાથે મઝાં માણી રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે સાગટાળા પીએસઆઈએ જણાવ્યું કે, આ ઘટના રતનમહાલમાં બની છે. જેમાં GRDના જવાન હોવાનુ પુરવાર થયું છે તેમની સામે ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવશે.