Fri. Nov 22nd, 2024

દિલ્હીમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી જાહેરાત

ચોમાસુ હવે બહુ દૂર નથી, ત્યારે દિલ્હી-NCR વિસ્તારમાં આકાશ વાદળછાયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હી-NCRનાં ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. જો કે, ઉત્તર ભારતના લોકોએ વર્ષના પ્રથમ ચોમાસાના વરસાદ માટે જૂનના અંત સુધી રાહ જોવી પડશે. IMDએ 103 ટકા વરસાદની આગાહી કરી છે.

IMDએ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા જણાવી છે. ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું 26.6 ડિગ્રી સેલ્સિયસ હતું.

IMDએ કહ્યું કે આ હવામાન પરિસ્થિતિઓના પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશમાં શુક્રવાર સુધી છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણજણાવ્યું હતું કે શુક્રવાર સુધી પ્રદેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની છે.

Related Post

Verified by MonsterInsights