કોરોના સંકટ અને ઓક્સિજનની કિલ્લત વચ્ચે દેશની રાજધાની દિલ્હીના કેટલાય હિસ્સામાં હવે પાણીની અછત પેદા થઈ શકે છે. દિલ્હી વાસીઓની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ લેતી નથી. દિલ્હી જલ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે તેમણે પાણીની ભારે ઘટનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે હરિયાણા અને પંજાબથી મળનારા પાણીની આપૂર્તિમાં ઘટ આવી છે. એવામાં દિલ્હીમાં હોસ્પિટલોને પાણી પૂરું પાડવું પણ મુશ્કેલ છે. જેના માટે પાણીનો કાપ કરવો પડી રહ્યો છે.

દિલ્હી જલ બોર્ડની નોટિસ મુજબ યમુના નદીના વજીરાબાદમાં જળસ્તર 674.5 ફીટના માનક સ્તરના બદલે 667.20 ફિટ સુધી નીચું ગયું છે. હરિયાણાએ પણ પાણી સ્તરમાં ઘટાડો કર્યો છે. એવામાં ઘણાં હિસ્સામાં પાણીની ઘટ થઈ શકે છે.
કહેવાઈ રહ્યું છે કે દિલ્હીમાં 6થી 8 મે સુધી પાણીની ઘટ જોવા મળી શકે છે. દિલ્હી જલ બોર્ડનું કહેવું છે કે શહેરમાં પાણીની આપૂર્તિ માટે ગંભીર રૂપથી ઓછું થઈ શકે છે. સુપ્રિમ કોર્ટની બેચ ગુરુવારે પંજાબ અને હરિયાણાથી પાણીની આપૂર્તિ અંગે સુનાવણી કરશે.