કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે નવા કેસમાં સતત વધારો જોવા મળી રહી છે. આ દરમિયાન દેશભરમાં ગત 24 કલાકના આંકડા પણ સામે આવ્યા છે, જેમાં ફરી એકવાર કોરોનાના કેસ 8 હજારને પાર થઇ ગયા છે. ગત એક દિવસમાં કુલ 8,582 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. ત્યારબાદ ક્રૂનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ 44 હજારને પાર પહોંચી ચૂકી છે. ગત 24 કલાકમાં આવેલા 8 હજારથી વધુ કેસ બાદ કોરોનાના એક્ટિવ કેસ 44,513 સુધી પહોંચી ગયા છે. જે એક દિવસ પહેલાં 40 હજાર હતા. હવે ભારતમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 4,32,22,017 સુધી પહોંચી ગઇ છે, તો બીજી તરફ કોરોનાથી અત્યાર સુધી 5,24,761 લોકોના મોત થયા છે.
આપને જણાવી દઈએ કે દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસની 0.10 ટકા છે જ્યારે કોવિડ 19થી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.66 ટકા નોંધવામાં આવ્યો છે. આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોવિડ 19ના સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યામાં 4,143 કેસનો વધારો નોંધાયો છે. સંક્રમણ દર 2.71 ટકા નોંધાયો અને સાપ્તાહિક સંક્રમણ દર 2.02 ટકા રહ્યો. આ બિમારીથી સાજ થનાર સંખ્યા વધીને 4,26,52,743 થઇ ગઇ છે જ્યારે મૃત્યું દર 1.21 ટકા ચે. દેશવ્યાપી કોવિડ 19 વેક્સીન અભિયાન હેઠળ અત્યાર સુધી 195.07 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમણથી જે ચાર લોકોના મોત થયા છે, તેમાં કેરલના ત્રણ સંક્રમિત હતા અને એક મહારાષ્ટ્રના દર્દીનું મોત નિપજ્યું છે.