અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાના મામલે જિલ્લા પોલીસે જમાલપુરમાંથી એક મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, આમાં કટ્ટરવાદી સંગઠન તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત હોવાની આશંકા છે. આ સંગઠન સાથે મૌલવી જોડાયેલો હોવાની વિગત સામે આવી છે. બે કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સંડોવાયેલા હોવાના રીપોર્ટ મળ્યા છે. જે કેસની ગંભીરતાને ધ્યાને લઈને કમાન હવે ગુજરાત ATSએ હાથમાં લીધી છે.
જુના સંગઠનને નવું નામ
તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા પાછળ જવાબદાર હોવાનું જાણવા મળ્યું. આ પહેલા તહેરીક-એ-નમૂસ-એ-રિસાલતનું નામ તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ હોવાનું જાણવા મળ્યું છે. જેનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક એ લબ્બેક સાથે છે. બીજી બાજું આ કેસમાં હવે રાજકોટ ક્નેક્શન સામે આવ્યું છે. હત્યા માટે જે હથિયારની સપ્લાય કરવામાં આવી હતી એ રાજકોટથી કોઈ વ્યક્તિએ કરી હોવાની વિગત સામે આવી છે. આ વ્યક્તિની રાજકોટ પોલીસે ધરપકડ કરી લીધી છે. જેણે મૌલાના ઐયુબ હથિયાર પહોંચાડ્યું હતું. ધંધૂકાની એક મસ્જિદમાં ગુજરાત ATSએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે.
સર મુબારક બુખારીની મસ્જિદમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ સર્ચ ઑપરેશનમાં જોડાઈ હતી. આ ઉપરાંત ધંધૂકા તળાવની આસપાસ જેટલી પણ મસ્જિદ છે એમાં પોલીસ ટુકડી ત્રાટકી છે. તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. શબ્બીર દરરોજ ધંધૂકાથી અમદાવાદ જતો હતો. પોસ્ટ મૂક્યા બાદ સમાધાન અને પોલીસ કાર્યવાહી બાદ પણ કિશનને કેટલાક શખ્સો તરફથી ધમકી મળતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે એના પરિવારજનો એને ઘરની બહાર વધારે પડતો જવા દેતા ન હતા. અન્ય ધર્મ સામે ભડકાવવા અંગેની વિગત સામે આવી છે. આરોપીઓએ મૌલવીના ઉશ્કેરણી જનક ભાષણ સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની થયેલી મિટિંગમાં હત્યાનો પ્લાન ઘડાયો હતો. અમદાવાદના શાહ આલમમાં હત્યાનું પ્લાનિંગ થયું હતું.
હથિયાર આવ્યા ક્યાંથી
હવે ગુજરાત ATS આ સંગઠન અંગે ઊંડાણથી તપાસ શરૂ કરશે. મૌલવીના ભાષણથી શબ્બીર આટલો કટ્ટરવાદી બની ગયો હતો. મૌલાના કમરે જ મૌલાના ઐયુબ સાથે શબ્બીરની મુલાકાત કરાવી હતી. ઐયુબે જ હત્યાના પ્લાન અંગે તૈયાર રહેવા માટે કહ્યું હતું. રાજકોટના થોરાડા વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ આ અંગે હથિયાર પહોંચાડ્યા હતા. મુંબઈના મૌલવી કમરનું નામ ખુલ્યું છે. આ કેસમાં કમર સહિત અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે. પણ હવે કમરને શોધવા માટે પોલીસે ટીમ તૈયાર કરી લીધી છે. રાજકોટની વ્યક્તિ સુધી હથિયાર કેમ આવ્યા એ પ્રશ્ન પણ ચર્ચામાં છે. હથિયાર માટે આર્થિક વ્યવહાર થયો છે કે નહીં એ અંગે પણ ઊંડી તપાસ થશે. મૌલાના ઐયુબ ક્યાંથી હથિયાર લાવ્યો, હથિયાર મસ્જિદમાં કોણ લાવ્યું. આ તમામ પ્રશ્નો ચોક્કસ તપાસના અંતે મળશે
ફરાર છે મૌલવીનો પરિવાર
આ કેસમાં જ્યારે મૌલવીની ધરપકડ કરવામાં આવી ત્યારે એનો પરિવાર ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો હતો. મૌલાનાના રહેઠાણની બરોબર સામે જ દરગાહ આવેલી છે. મૌલવીનું ઘર જમાલપુરની સાંકડી શેરીમાં આવેલું છે જ્યાં એના દીકરા અને પત્ની રહેતા હતા. મૌલવી ઐયુબનો રોલ સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને જિલ્લા પોલીસ અધિકારીએ તેની ધરપકડ કરી હતી. હવે ઐયુબના નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે આ કેસમાંથી પાકિસ્તાન ક્નેક્શન શોધવા જુદી જુદા સાત ટીમ કામે લાગી છે. પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીના ભાષણ સંભળાવવામાં આવ્યા હતા. જેના કારણે શબ્બીર કટ્ટરવાદી બની ગયો હતો.