Mon. Dec 23rd, 2024

નવસારી / ખાનગી શાળામાંથી લાખોની ચોરી, ઘટનાના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે

નવસારી : નવસારી જિલ્લાના દાંતેજ ખાતેની એક ખાનગી શાળામાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ હરકતો સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગઈ છે. રાત્રિ દરમિયાન 3 શખ્સોએ ખાનગી શાળાના આચાર્યની ઓફિસમાંથી રોકડ સહિત 1.90 લાખ રૂપિયાની ચોરી કરી હતી. સીસીટીવીમાં (CCTV) જોઇ શકાય છે કે, ત્રણ વ્યક્તિ શાળામાં પ્રવેશ કરે છે અને ચોરી કર્યા બાદ શાળા બહાર નીકળી રહ્યા છે.

મહત્ત્વની વાત એ છે કે હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી અનુસાર પોલીસ માને છે કે આ એક ચડ્ડી અને બનિયાન ધારી ગેંગ હોઈ શકે છે. પોલીસે આ ગેંગને પકડવા માટે તેમના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Related Post

Verified by MonsterInsights