Sun. Dec 22nd, 2024

નવસારી / સમગ્ર ગામમાં શોકનો માહોલ, એક જ પરિવારના 3 સભ્યોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

નવસારીના વાંસદા ખાતે ચોંકાવનારી ઘટાના સામે આવી છે. વાંસદાના મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. એકના એક દીકરાએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી છે અને માતા-પિતાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. એક જ પરિવારના 3 સભ્યો એક જ ઝાડ પર ફાંસીએ લટકતા જોવા મળ્યા હતા.


આ ઘટનાના એવા પ્રત્યાઘાતો પડ્યા કે ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અને આખું ગામ શોકમાં છે. ત્રણેયના મૃતદેહને પોલીસે ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

Related Post

Verified by MonsterInsights