Sat. Dec 21st, 2024

નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમરેલી જિલ્લાના પાંચ તાલુકામાં રૂ. ૨૮ કરોડના માર્ગોના કામો મંજૂર


*નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમરેલી જિલ્લાના પાંચ તાલુકામાં રૂ. ૨૮ કરોડના માર્ગોના કામો મંજૂર*

*સાવરકુંડલા, લીલીયામાં ૧૪ કરોડના અને જાફરાબાદ, રાજુલા, ખાંભા તાલુકામાં ૧૪ કરોડ એમ કુલ મળી જિલ્લામાં ૨૮ કરોડના માર્ગોના કામો મંજૂર*

અમરેલી, તા: ૪ જુન

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયાના રૂ. ૧૪ કરોડ તેમજ જાફરાબાદ, રાજુલા અને ખાંભા તાલુકામાં રૂ. ૧૪ કરોડના માર્ગોના કામો એમ કુલ મળી જિલ્લામાં રૂ. ૨૮ કરોડના માર્ગોના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ભૂવાથી ધાર રોડ, ઠવી-દંડલેશ્વર મહાદેવ ગોરી ટોપરા રોડ, લીખાળા-ગોરડકા રોડ એમ ત્રણ રોડને કાચા થી ડામર રોડ કરવામાં આવશે. તેમજ અંટાળીયા સાજન ટીમ્બા હરીપર રોડને પહોળા કરવાની કરવામાં આવશે.

આ પ્રમાણે જાફરાબાદ, રાજુલા અને ખાંભા તાલુકાના વડલી-નાના રીંગણીયાળા રોડ, સાળવા- આંબલીયાળા રોડ, પીછડી-મોટાબારમણ રોડ, ચાંચબંદરથી અઠારાપરા વિસ્તાર રોડ, પાટી માણસા જામકા રોડ, રાજુલા જુની માંડરડી રોડ, ભેરાઈ-ઠવી વિસ્તાર રોડ એમ કુલ સાત રોડને કાચા થી ડામર રોડ કરવામાં આવશે. તેમજ બારપટોળી કાગવદર રોડ અને પીપરીયા સમઢીયાળા રોડને પહોળા કરવાની કામગીરી કરવામાં આવશે
રીપોર્ટર…. ભરતભાઈ ખુમાણ
જિલ્લા બ્યુરોચીફ જનતા ન્યુજ અમરેલી

Related Post

Verified by MonsterInsights