અત્યાર સુધીમાં ખેડૂતોને ડીએપીની બેગ દીઠ 500 ની સબસિડી મળતી હતી. સરકારની સબસિડીના કારણે હવે ખેડુતોને પહેલાની જેમ 1,200 રૂપિયામાં ડીએપી ખાતર મળશે. અને કંપનીઓના ભાવ વધારાથી તેમની પર અસર થશે નહીં.
કંપનીઓએ ખાતરોના ભાવ 2,400 કર્યા હતા
અત્યાર સુધીમાં સરકાર ડીએપી ખાતર પર 500 રૂપિયાની સબસિડી આપતી હતી જ્યારે ડીએપીની કિંમત 1,700 રૂપિયા હતી. કંપનીએ ખાતર બનાવવા માટે વપરાયેલી કાચ માલની કિંમત વધારીને રૂ .2400 કરી હતી. તેને કારણે ખેડૂતોને સબસિડી પછી પણ 1900 રુપિયા ચુકવવા પડતા હતા તેનાથી તેમની પર 700 રુપિયાનો વધારો પડતો હતો. સરકારે સબસિડીમાં વધારો કરીને ખેડૂતોને રાહત આપી છે.
કાચા માલમાં 60-70 ટકાનો વધારો
ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ ડીએપીના ઉત્પાદનમાં થાય છે અને ફોસ્ફોરિક એસિડનો આશરે 80 ટકા હિસ્સો ભારત નિકાસ થાય છે. જો તમામ દેશોએ તેની કિંમતમાં વધારો કર્યો છે તો કાચો માલ વધુ મોંઘો થઈ ગયો છે અને પરિણામે ડીએપીની કિંમત પણ વધી ગઈ છે.