ઝાલોદ તાલુકાની નિસરતા ગામડી ગ્રામ પંચાયતથી તા.22/08/2022ના રોજ નિસરતા ગામડી થી પાવાગઢ પગપાળા જવા માટે 100 થી પણ વધારે માં મહાકાળી માતાજીના ભક્તો પાવાગઢ જવા રવાના થયાં હતા જે પહેલા દિવસે લીમખેડા પંચમુખી મહાદેવ મંદિરમાં રાત્રી વિસામો કરીને બીજા દિવસે સીમલીયા (રિચવાણી)
રોકાઈ અને સવારે ત્યાંથી પાવાગઢ તરફ રથ સાથે પગપાળા જવા રવાના થયાં.
નિસરતા ગામડી ગ્રામ પંચાયતથી પાવાગઢ રથ યાત્રાના આયોજક નિસરતા પંકજભાઈ (કાજુભાઈ)
અને નિસરતા વનરાજભાઈ અને નિસરતા ગામડીના યુવક મંડળના સહયોગ અને ફાળાથી આ આયોજન કરવામાં આવ્યું હતું. અને નિસરતા ગામડી પંચાયતના યુવાનોમાં ભક્તિ અને ઉમંગ ઉલ્લાસ સાથે પગપાળા રથ માં પાવાગઢ તરફ રવાના થયાં હતા અને તા.24/08/2022નારોજ રથ સાથે પાવાગઢના ચાંપાનેર ગામમાં રાત્રી વિસામો કરીને બીજા દિવસે પાવાગઢ મહાકાળી માંતાજીના દર્શન કરશે.