ભારત સરકાર દ્વારા ન્યુઝિલેન્ડ યુટ્યુબર કાર્લ રાઇસ ઉર્ફ કાર્લ રોકને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. સરકારના નિર્ણય સામે તેમની પત્નીએ દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન કરી છે. જેમાં એવું કહેવામાં આવે છે કે કાર્લ 2013 થી ભારત આવી રહ્યો છે. તેની પાસે ન્યૂઝીલેન્ડ અને ભારત બંનેની નાગરિકતા છે. કાલ એડવર્ડે ભારતના તમામ કાયદાનું પાલન કર્યું છે. બ્લેક લિસ્ટ થયા પહેલા ભારત સરકારે તેમની સાથે વાત પણ કરી નહોતી. ફક્ત તેમને મૌખિક રીતે આ બાબતની જાણ કરવામાં આવી હતી.
ભારત સરકારે મને ભારત પ્રવેશતા અટકાવ્યો હતો
તેમની પત્નીએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે ન્યુઝીલેન્ડના જાણીતા યુટ્યુબરને દેશમાં પ્રવેશ ન કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. કાર્લ રોકે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિકા આર્ડેનને અપીલ કરતી ઓનલાઈન ઝુંબેશ પણ શરૂ કરી છે. કાર્લે એક વીડિયોમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે મને ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને મને મારી પત્નીથી અલગ કરી દીધા છે. જે દિલ્હીમાં રહે છે. મારી પત્ની મનીષા મલિક હરિયાણાની છે. મેં 2019 માં તેની સાથે લગ્ન કર્યાં હતા.
આગામી વર્ષ સુધી ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં
કાર્લે દાવો કર્યો હતો કે “હું દિલ્હીમાં હતો ત્યારે મને કોરોના થયો હતો.” સાજો થયા પછી અન્ય દર્દીઓની સહાય માટે મેં બે વાર પ્લાઝ્મા દાન પણ કર્યું. બીજી તરફ ભારત સરકાર કહે છે કે કાર્લ રોકે વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે. તે પર્યટન વિઝા પર વ્યવસાયિક પ્રવૃત્તિ કરતો હતો અને અન્ય નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. આગામી વર્ષ સુધી તેને ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.