પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવી ભારે પડી, ભાજપ નેતા નુપુર શર્મા અને નવીન જિંદલની ટિપ્પણી મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પયગંબરની સામે કથિત રૂપે ઠેસ પહોંચાડનારી ટિપ્પણીની પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતર, કુવૈત અને ઈરાનની નિંદા કરી કરી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ પોતાના બંને નેતાઓની સામે કડક પગલું ઉઠાવ્યું છે અને બંને નેતાઓએ પાતાના નિવેદન પણ પાછા ખેંચ્યા છે.
વિદેશ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે સાઉદી અરેબિયાએ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણીને અપમાનજનક ગણાવી અને વિશ્વાસ અને ધર્મો માટે સમ્માનનું આહવાન કર્યું છે. કતાર, કુવૈત અને ઈરાને આ મામલે રવિવારે સાઉદી અરેબિયા સમક્ષ ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા. દોહામાં ભારતીય દૂતોને વિદેશ મંત્રાલયને બોલાવ્યા અને એક સત્તાવાર વિરોધ પત્ર સોંપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, કતર ભારત સરકરથી સાર્વજનિક માફી અને આ ટિપ્પણીઓની તાત્કાલિક નિંદાની ઉમ્મીદ કરી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ ભારતમાં સત્તારુઢ દળના એક નેતા દ્વારા ઈસ્લામના પયગંબર વિરુદ્ધ કથિત રૂપે ઠેસ પહોંચાડતી ટિપ્પણીની રવિવારે નિંદા કરી હતી. શહબાઝે ટ્વીટ કર્યું કે, હું મારા પ્રિય પયગંબર વિશે ભારતના ભાજપ નેતાની ઠેસ પહોંચાડતી ટિપ્પણીઓની કડક શબ્દોમાં નિંદા કરું છું.