અમીત પટેલ અમદાવાદ
પર્યાવરણ મંદિર વસ્ત્રાલ ખાતે અમદાવાદ જિલ્લાના “વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી” અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો.
વન્યપ્રાણી પણ પ્રકૃતિનો અભિન્ન અંગ છે ત્યારે વન્યજીવોનાં અસ્તિત્વને ટકાવી રાખવા અને દુર્લભ પ્રાણીઓ પ્રત્યે માનવમાં સંવેદના-દયાભાવ ઊભો થાય તેમજ વનસ્પતિ, વન્ય અને માનવ વચ્ચે રહેલા નૈસર્ગિક સેતુને અતૂટ રાખી વિનાશના આરે લુપ્ત થતા વન્યપ્રાણીની સુરક્ષા કરવા સંકલ્પબદ્ધ બનીએ.