પોરબંદરમાં ભારે વરસાદના પગલે બગવદર અને મોઢવાડા જવાનો રસ્તો બંધ થયો હતો. બગવદર અને મોઢવાડા વચ્ચેનો રસ્તો બંધ થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ ઉપર પાણી ફરી વળતા બંને ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. લોકોને તેમના જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડી હતી.