Sun. Dec 22nd, 2024

પ્રખ્યાત સંગીતકાર રામલક્ષ્મણ નું નિધન થયું છે,તેમણે શનિવારે સવારે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધો હતો,રામલક્ષ્મણ થોડા સમયથી બીમાર હતા

પ્રખ્યાત સંગીતકાર રામ લક્ષ્મણ નું નિધન થયું છે. તેમણે શનિવારે સવારે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધો હતો. રામલક્ષ્મણ થોડા સમયથી બીમાર હતા.

સૂરજ બડજાત્યા સાથે જામી જોડી

સૂરજ બડજાત્યા સાથે મળીને રામ લક્ષ્મણે અનેક હિટ ફિલ્મો આપી હતી. 1988 માં ફિલ્મ મૈંને પ્યાર કિયા તેમને મોટો બ્રેક મળ્યો હતો. ફિલ્મના ગીતો સુપરહિટ હતા. બાદમાં તેમણે સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ આપકે હૈ કૌન (1994) અને ‘હમ સાથ સાથ હૈ’ (1999) માં સંગીત આપ્યું હતું.

 

લગભગ 75 ફિલ્મોમાં આપ્યું છે સંગીત

રામ લક્ષ્મણ નું અસલી નામ વિજય પાટીલ હતું. તેમણે લગભગ 75 ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમાં હિન્દી સિવાય મરાઠી અને ભોજપુરી ફિલ્મો શામેલ છે. અગાઉ રામ લક્ષ્મણ ‘લક્ષ્મણ’ તરીકે જાણીતા હતા. તેમની સાથે રામની જોડી હતી અને હિન્દી સિનેમામાં રામ-લક્ષ્મણ સાથે મળીને સંગીત આપતા હતા.

વર્ષ 1976 માં, ફિલ્મ એજન્ટ વિનોદ (1977) માં ગીત ગાયા પછી રામનું અચાનક અવસાન થયું હતું. આ પછી, લક્ષ્મણે તેમનું પૂરું નામ રામ લક્ષ્મણ રાખ્યું.

આ ફિલ્મોમાં આપ્યું હતું સંગીત

રામ લક્ષ્મણની મુખ્ય ફિલ્મોમાં ‘મૈંને પ્યાર કિયા”,‘પથ્થર કે ફૂલ’, ‘100 ડેઝ’, ‘પ્રેમ શક્તિ’, ‘મેઘા’, ‘તારાણા’, ‘હમ આપકે હૈ કૌન’અને ‘હમ સાથ સાથ હૈ’ સહીત અન્યનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, પોતાની ફિલ્મોમાં મ્યૂઝિક માટે રામ લક્ષ્મણ, સૂરજ બડજાત્યાની પહેલી પસંદ હતા. તેમની સલમાન ખાનની 1988 માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી તેમને મોટો બ્રેક મળ્યો હતો.

બોલિવૂડની દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.

Related Post

Verified by MonsterInsights