Sat. Nov 23rd, 2024

ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામમાં ઝડપતી આવતી ફોર વ્હીલ ગાડીની અડફેટે રોડની સાઈડમાં વૃક્ષ ઉછેરની કામગીરી કરી રહેલા શ્રમિકનું પ્રાણપંખેરુ ઉડી ગયું.

દહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના સુખસર પાસે  મોટાનટવા માર્ગ  ઉપર એન્જોય ગાડીના ચાલકે તેની ઝડપથી વધારે ઝડપમાં વાહન ચલાવીને રસ્તાની સાઈડમાં વૃક્ષ ઉછેરની કામગીરી કરતા ચીખલી ગામનાં રહેલ ઉંમર 45 વર્ષિય8 રાયસીંગ્ભાઈ જોતિભાઈ કટારા ખેતીવાડી તથા પાડલિયામાં આવેલ જંગલ ખાતાની  નર્સરીમાં કામ કરીને પોતાનુ  ગુજારન ચલાવતા હતા. જેઓ આજ સવારે નર્સરીના કામ માટે જવાનુ હોવાનુ જણાવી ઘરેથી પાડલિયા નર્સરીમાંથી વૃક્ષ વાવેતરની કામગીરી માટે મોટાનટવા ગામે નાની ઢઢેલી રોડ ઉપર ગયા હતા ત્યાં સવારના સાડા નવ વાગ્યેના અરસામાં રાયસીંગભાઈ થતાં અન્યે બે જણ રસ્તાની સાઈડમાં બેઠા હતાં તેવા સમયે નાની ઢઢેલીથી સુખસર તરફ ફુલ ઝડપથી  આવિ રહેલ ફોરવ્હિલ એન્જોય ગાડી નં જી જે 23-એ એન 4666 ના ચાલકે પોતના ગફલત ભરી ઝડપથી કાબુ ગુમાવી રાયસીંગભાઈને અડફેડમાં લઈને રાયસીંગભાઈના ઉપર પૈડાં ફરી વલ્યા હતા જેથી તેમને શરીર પર ગંભીર ઇજાઓ પોહચવાથિ સ્થળ પર તેમનું મોત નિપજ્યું હતુ. ગાડી ચાલક સ્થળ પર ગાડી છોડીને જતો રહ્યો હતો.

રાયસીંગભાઈ ના પુત્રે સુખસર પોલીસ સ્ટેશન આવીને ડ્રાઈવર વીરુદ્ધ  ફરિયાદ નોંધાવી હતી.અને લાશને સુખસર સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે સોપવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોને લાશ આપીને તપાસ હાથ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights