આજના સમયમાં આદિવાસી સમાજમાં લગ્ન ગ્રંથીને લઈને વધારે ખર્ચ ચાલી રહ્યું છે.
આમ જ આદિવાસી સમાજમાં ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામમાં રહેવાસી વીરસિંગભાઇ ચાંદાણા પોતાની પુત્રીનાં લગ્ન માટે ખુબ ઓછો ખર્ચ લઈને આજે સમાજમાં એક નવો વળાંક લાવ્યા છે જેના થી આદિવાસી સમાજમાં સારો પ્રભાવ પડે.
આજના મોંઘવારીના સમય માં આદિવાસી સમાજ માં લગ્ન પ્રસંગે છોકરીના માતા પિતા દ્વારા ખુબ વધારે પ્રમાણ માં લગ્ન ખર્ચ(દાપુ)લેવામાં આવતો હોય છે આ રીત રિવાજ ના કારણે આદિવાસી સમાજ દેવાદાર બની રહ્યો છે આ ખોટા રીતરિવાજ જોતા જ ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામ ના જાગૃત નાગરિક ચદાંણા વિરસિંગભાઈ દેવાભાઇ દ્વારા તેમની પુત્રીના લગ્ન પ્રસંગે ખુબ ઓછા પ્રમાણમાં લગ્ન ખર્ચ(દાપુ) અને દાગીનામાં ફક્ત ને ફક્ત નાકની ચુની અને પગના છડા લઈ સમાજ માં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. અને ઓછો ખર્ચ લઈ ગામમાં સૌપ્રથમ શુભ શરૂઆત કરી તે બદલ ગામના જાગૃત નવયુવાનો દ્વારા વિરસિંગભાઇ અને તેમના ધર્મપત્નિનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું..