Tue. Dec 24th, 2024

ફાઈઝરે વેક્સિનને તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી, કંપનીનાં CEO એલબર્ટ બોર્લોએ આ જાણકારી આપી

દેશમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે અમેરિકાની દવા અને વેક્સિન કંપની ફાઈઝરે મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને લગભગ 517 કરોડ રૂપિયાની દવાઓ પણ દાન કરી છે. કંપનીના CEO એલબર્ટ બોર્લોએ આ જાણકારી આપી છે.

આપને જણાવી દઈએ કે, બોર્લોએ ભારત સરકારને એક અપીલ પણ કરી છે. બોર્લો મુજબ ભારતને ફાઈઝર વેક્સિનને એપ્રુવલ માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવી જોઈએ. અમેરિકા સહિત દુનિયાના અનેક અમીર દેશોમાં ફાઈઝરની વેક્સિન ઉપયોગ કરવામાં આવી રહી છે.

બોર્લોએ સોશિયલ મીડિયા પર એક પ્રોગ્રામ દરમિયાન કહ્યું કે વેક્સિન એપ્રુવલ પ્રોસેસ અંગે તેમની ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે કંપનીએ ભારતને મહામારીનો સામનો કરવા માટે 7 કરોડ ડોલરની દવાઓ દાનમાં આપી છે. ઉલ્લેખનીય છે કે, બોર્લોએ વેક્સિન એપ્રુવલ ન મળવાને લઈને થોડીક નારાજગી પણ વ્યક્ત કરી છે. કહ્યું- અમે ઘણાં મહિના પહેલાં વેક્સિન એપ્રુવલ માટે એપ્લીકેશન આપી હતી.

બદનસીબે આજ દિવસ સુધી તેના પર કોઈ જ નિર્ણય લેવાયો નથી. જો કે હાલ અમે ભારત સરકાર સાથે સીધા સંપર્કમાં છીએ, તેમની સાથે વાતચીત કરી રહ્યાં છીએ. ફાઈઝરના સૌથી મોટા અધિકારીએ કહ્યું કે- મહામારી વિરૂદ્ધ આ લડાઈમાં અમે ભારતની સાથે ઊભા છીએ.

Related Post

Verified by MonsterInsights