બનાસકાંઠા: પાલનપુરના નવા બસ-સ્ટેન્ડ પાસે દૂધ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કર ચાલુ જ હતું અને તેમાં અચાનક આગની લપટો ઉઠવાની શરૂઆત થઇ હતી.ટેન્કરમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મહત્વનું છે કે ટેન્કરની વાયરીંગમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ લાગતા જ આસપાસ દોડધામ મચી ગઈ હતી.
જોકે આસપાસના સ્થાનિકોએ પાણીના કેરબા ભરી લાવી છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ટેન્કરની ભયાનક આગમાં કોઈની જાનહાની થઇ ના હતી. ભડકે બળી રહેલ ટેન્કરનો વિડીયો પણ સામે આવ્યો છે.