દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિંગાપુરમાં મળેલા કોરોના વાયરસ ના નવા વેરિએ્ટને લઈને સરકારને ચેતવી છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યું કે, તત્કાલ પગલા ભરવાની જરૂર છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ સિંગાપુરમાં મળેલા કોરોના વાયરસ એ નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકારને એલર્ટ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સિંગાપુર નો આ નવો વેરિએન્ટમાં ભારતમાં મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
સિંગાપુરથી ઉડાનો બંધ કરવામાં આવેઃ કેજરીવાલ
મુખ્યમંત્રી કેજરીવાલ એ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું- સિંગાપુરમાં મળેલ કોરોનાનું નવુ સ્વરૂપ બાળકો માટે ખતરનાક ગણાવવામાં આવી રહ્યું છે, ભારતમાં તે ત્રીજી લહેરના રૂપમાં આવી શકે છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે સિંગાપુરની સાથે હવાઈ સેવા તત્કાલ પ્રભાવથી રદ્દ કરવામાં આવે અને બાળકો માટે પણ વેક્સિનના વિકલ્પો પર પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે.