Sun. Dec 22nd, 2024

બાવકા ગામે આવેલ શિવજીના મંદિરે શિવરાત્રી નિમિતે મેળો યોજયો.

દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક આવેલ બાવકા ગામે શિવરાત્રી પર્વની હર્ષો ઉલ્લાસ વડે  ઉજવણી  કરવામાં આવી હતી.

આપણે જાણીયે એ પ્રમાણે દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક બાવકા ગામ ખાતે શિવજીનું  પૌરાણિક મંદિર આવેલ છે. ત્યાં દરરોજ ભક્તો દર્શન માટે આવે છે પણ આજરોજ શિવરાત્રી પર્વના દિવસે ભક્તોની  ભારી માત્રામાં ભીડ ઉમટી હતી તેમાં કેટલાક બહારથી પણ લોકો આવીને દર્શન લાભ લીધો હતો.ત્યાં સંચાલકો દ્વારા ફરાલી ખીચડી અને સાકરીયાનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યાં પોલીસ તંત્ર દ્વારા પણ સારો એવો સહકાર મળતો હતો.

 

આમ ભકતોએ શિવરાત્રી પર્વનો હર્ષો ઉલ્લાસથી  આનંદ માણ્યો હતો.

 

Related Post

Verified by MonsterInsights