Mon. Dec 23rd, 2024

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમને આવ્યું EDનું તેડું, જાણો શું છે મામલો

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમને (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) EDએ આજે સમન્સ પાઠવ્યું છે. EDએ સાત જુલાઈના રોજ હાજર થવાનું કહ્યું છે. યામી ગૌતમ પર આક્ષેપ છે કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે.

યામી ગૌતમે તાજેતરમાં જ ફિલ્મમેકર ઉરીના ડાયેરક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામીએ FEMAના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. EDના ઝોન 2ના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. EDએ બીજીવાર યામીને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં બિગ બેનર બોલિવૂડ ફિલ્મ્સ મની લોન્ડરિંગને કારણે EDની નજરમાં છે.

Related Post

Verified by MonsterInsights