Sat. Dec 21st, 2024

ભરૂચ / એક બેગમાંથી ઘડ-માથુ મળ્યું, ને બીજી બેગમાંથી અન્ય અંગો, પોલીસને ચકરાવે ચઢાવે તેવી અંકલેશ્વરની મર્ડર મિસ્ટ્રી

ભરૂચ : અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી ગઈકાલે અને આજે સારંગપુર દરવાજા પાસે એક માથું વગરની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એક પ્રત્યક્ષ સાક્ષીએ રિક્ષાચાલક દ્વારા મૃતદેહને પ્લાસ્ટિકની બેગમાં ફેંકી દીધી હતી.

અંકલેશ્વર તાલુકાના અમરત પુરા ગામની સીમમાં પ્લાસ્ટિકની થેલીમાંથી આજે કાપેલા હાથ અને પગ મળી આવ્યા હતા.

સ્થાનિક રહેવાસીઓએ અંકલેશ્વર શહેર પોલીસને માથા વગરની લાશ અંગે જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

જે બાદ આજે બીજા દિવસે અંકલેશ્વરના સારંગપુર ગેટ ફાટક અન્ય અંગોથી ભરેલી બેગ મળી આવી છે. ત્યારે અંકલેશ્વર પોલીસ પણ મૂંઝવણમાં છે. હાલમાં પોલીસ હત્યાના આ રહસ્યને હલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

Related Post

Verified by MonsterInsights